ચાલ થોડું લખી લઉં..... ✍✍
💐💐💐💐💐💐💐💐
છુપાયેલી ભાવનાઓને બતાવી નથી શકતા, એને શબ્દો માં પરોવી દઉં......
ચાલ થોડું લખી લઉં.....✍
જયારે મન ના તરંગો ને કોઈ જોઈ ના શકે...
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જયારે અનહદ મળેલી ખુશી ને વહેંચી ના શકાય...
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જયારે હદયના ઊંડાણમાં દુખ ને દબાવી દઉં....
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે થાકીને ચુર થઈ જાઉં, પણ રોકાવા નું મન ના થાય....
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે હૃદયના ઉંડાણમાંથી નીકળેલા સ્પંદન કોઈ ને પહોંચાડી ના શકું.....
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે આભ ભરીને હેત ઉમટે, પણ કોઈનાં પર વરસી ના શકું...
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે કોઈના પર લુંટાઈ જવાનું મન થાય પણ, ભાવના બતાવી ના શકું...
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે કુદરતના ખોળે રહેવાનું મન થાય પણ, દુનિયા એ કરવા ના દે....
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે છલકાઈ રહેલી મમતા ને વરસાવી ન શકું....
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
જ્યારે દોડતા મનની ગતિ ને, બોલી ને કહી નાં શકું....
ત્યારે થાય કે.. ચાલ થોડું લખી લઉં.....✍
✍ By.. Dipti Patel Oza. 💐