ક્યાં કરૂ દર્શન, ક્યાં કરૂ અર્પણ..!
એકજ નામ, એકજ દર્પણ..!
'એક તારૂ નામ,
શ્રી હરી, બધે કરૂ છું અર્પણ..!
મારી સુદ્ધી, મારી બુદ્ધિ,
બધું તને શ્રી હરી અર્પણ..!
એક ભાવ, એક સ્વભાવ,
મારૂ કાવ્ય, તારૂ દર્શન..!
'બધે તારૂ દર્પણ,
શ્રી હરી બધું તને અર્પણ..!
એક મુખ, એક દર્પણ,
શ્રી હરી બધે તારા દર્શન..!
કુમકુમ ચંદન તિલક લલાટે,
માથે મુગટ રૂપેરી શોભે..!
"સ્વયમભુ" મુખબિંદ,
મારા શ્રી હરી નું શોભે..!
એક્જ નામ, એકજ દર્શન, હરી હરી બોલે.
🙏🙏🙏
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ