આજે ચાલી ગઈ એ
કે જેની પાસે
'હું કેવી છું'
તે સાબિત કરવા ની જરૂર ન હતી
ખુલ્લા દિલ થી અપનાવતી....
આંખો બંધ કરી તેના વિશ્વાસ ના
હિચોડે હીંચકતી....
સાદ સાંભળે કે દોડી ચાલી આવતી
તીરખી સરીખી જો આવે ઉદાસી તો
ચૂપચાપ આવી આપતી સધિયારો...
એવી હતી એ....
પણ છે અસ્તિત્વ અકબંધ
દિલ ના એક ખૂણે
-Shree...Ripal Vyas