એવા ભગવાનને જગાડી શું કરું જે બહેરા છે.
ઘંટ વગાડી વગાડી થાકું એ તો ઊંઘે ગેહરા છે.
શું ધરું પૂજાપો વિધવિધ મોંઘા મોંઘા ફૂલોનો?
ઉપવાસ એકટાણે વિતાવ્યો દિ' મોંઘા મુલોનો.
આરતી ઉતારું,ઘડીક ભજન હું ગાઉં ભાવથી!
એને મળી ગઈ ગોપી એ રિઝે ક્યાં શામળિયો!
ગુણલાં ગાઉં તાળી લઇ,જાગતો નથી સાંવરિયો.
ભૂખ્યાં છે મારાં બાળ,ઘરે લડશે મારો સાંવરિયો.
- વાત્ત્સલ્ય