હું તારા વિશે ઘણું બધું લખવા માંગતો હતો પણ તું કયાં કોઈ જશ લેવા માંગે છે. બસ,જયારે હોય ત્યારે એકજ વાત કહે છે કે, "હું તો ફક્ત નિમિત છું." પણ સાચું કહું તારા આવ્યાં પછી એક મૃત હૈયું ધબકતું થયું છે જે ક્ષણે ક્ષણે ફક્ત તારુંજ નામ લઈને ઘબકે છે.
સાચુ કહું તો મને જીવન જીવવા પ્રત્યે કોઈ મોહ નહોતો, પણ તારા આવ્યાં પછી હવે મને જીવન જીવવાનું મન થાય છે.જીવનની હર એક ક્ષણને મન મુકીને માણવાનું મન થાય છે. તારી યાદો,તારી વાતો, તારી તસવીરો, તારી આપેલી ભેટો, તારી સાથે વિતાવેલો એ સમય મારા જીવનમાં ખુબજ મહત્વ ધરાવે છે. તે મને એટલો બધો પ્રેમ આપ્યો છે કે હું કયારેય મારી જાતને એકલો અનુભવી શકતો નથી. ક્ષણે ક્ષણે હું તને મારામાં મહેસુસ કરી શકું છું. તારો પ્રેમ મને કયારેય કોઈ વાતનો ખાલીપો વતૅવા દેતો નથી. તું અને તારો પ્રેમ સતત મારી સાથે હોય છે જેમ મારા શ્વાસ.
હવે વધારે મારે કંઇ નથી લખવું. જો હું લખીશ અને કાલે તું વાંચીશ પછી પણ તું મને એજ કહીશ કે "આવું બધુ તને લાગે છે, હું કંઇ નથી કરતી, હું તો નિમિત માત્ર છું." પણ તને સાચુ કહું તો.......
"મરવાની હવે મને કોઈ ઉતાવળ નથી,
જીવવાની શરુઆત મે હજી હમણાં કરી છે."
મારું આ નવુ જીવન તારા આભારી છે અને કાયમ રહેશેજ. બીજી અને મહત્વની વાત એ છે કે "હવે હું સપનાની દુનિયામાં નથી જીવતો કારણ કે મારી હકીકતની દુનિયા ખુબજ સુંદર છે."
શાયર:- સખી