જો ને !
તારા ખયાલને પણ
વઢવું પડ્યું મારે !
મેં કહ્યું એને
કંઈ શીખે
તારી જ પાસેથી.
વ્યસ્ત
અને કામમાં મસ્ત રહેતા શીખે
તારી પાસેથી.
એય તારા જેવો જ છે
જીદ્દી !
જે રીતે તુૃં આવતો નથી
એ જ એ પાગલ
જતો જ નથી...!
મારી આસપાસ ઘૂમરાવું
એ જ હશે એનું કામ
એની વ્યસ્તતા
ને મારું એ જ
વ્યસન...
#અનુ_મિતા