ખળખળતી નદીમાં મુક્યા મેં પગ,
વહેતી નદી મારા ભીંજવે છે,ડગ!
આઘી ખસી તો માછલીનો ચટકો,
મારા હૈયે ભર્યો જાણે પ્રિતમેં બટકો.
ઊઈમાં કરતી ખોબે,ઉછાળી છોળો!
ખોબલે નીરે મારો ભીંજાણો સાળુળો.
પીઠ વળી જોયું તો,ઊભો પ્રીતમ ડાહ્યો,
હાસ્યના ફુવારે પછી બાથ ભરી ન્હાયો.
- વાત્ત્સલ્ય