...હાલરડું...
♥️♥️♥️♥️♥️
આંબા ડાળે કોયલડી રે મીઠાં વેણ બોલે રે...
મારો ભઇલો હીર દોરી બાંધી હિંચકે હિંચે રે.. આંબા...
સુઈ જા ભઈલા સુઈ જા રે..વીરા મારા સુઈ જા સુઈ જા રે ....
હિંડોળા નાખી નાખી થાકી થાકી બે'ની રે.. આંબા...
રૂડો વાયરો વાયો ભઇલુ પોઢી જા તું રે..
પોપટ પોઢયો,મોર મેનાં પોઢયાં...આંબા..
તરુવર સઘડાં પોઢયાં, પોઢયાં ધોરીડા તારા રે...
માડી જાયા મારા વીરા હું ગાઉં હાલા રે..આંબા...
- वात्त्सल्य