જન્મોજનમની પ્રીત તારી મારી રે..
છૂટીના છૂટે પ્રીત કા'ન તારી મારી રે...
રાધા રીસાણી કહાન મનાવે ઘણી રે..
છતાં ના માને એ રાધા રૂપાળી રે..
માતા જશોદા જોઈ દોડી આવી રે..... જન્મો...
વનરાવન રમે ગોપી ફરતી ફૂદરડી રે..
સખીઓ સંગ શ્યામ ઘૂમે રાધા વિના રે...
તેથી રીસાણી રાધા,ગરબે ઘૂમતી રે...
સરખી સહેલીઓ ઉચકે રાધા રૂપાળી રે..... જન્મો..
- સવદાનજી મકવાણા
(વાત્ત્સલ્ય )