કોઈકે પૂછ્યું,
કોની માટે લખે છે?
મેં કહ્યું,
તારા માટે - એટલે તારા માટે એય !
પછી એ કહે,
તે સીધું એને જ લખ ને
અહીં કેમ ?
મેં કહી દીધું,
તુૃં બોલતો જ નથી !
જવાબ આપતો જ નથી !
લેખિનીને નથી મળતો
તારો પ્રતિસાદ.
એ હસી પડ્યો, ખડખડાટ
બોલ્યો, પછી શો ફાયદો?
છપાવી નાખ
અહીં લખ્યાં કરતાં
હવે હું હસી પડી, ખડખડાટ
અરે મિત્ર !
કવિયિત્રી નથી હું
ને નથી આ રચનાઓમાં ફળફળતું
કાવ્યત્વ
આ દિવાલ તો ક્ષતિપૂર્તિ છે
જેને સ્પર્શે એને
સ્પર્શ્યાનો
આભાસી આનંદનો
આભાસી લ્હાવો...
સાંભળે છે તુૃં?
તને સ્પર્શે,
તો પ્રતિસાદનો એકાદ લ્હાવો
મનેય દેજે હં.
કદીક તો...!
@અનુ_મિતા