ઓલ્યા નટખટ ગોવાળિયાને કહી દો
કે વાંહળી વગાડતો નઈ..
મારું હૈડુ હવે હાથ નથી રે'તુ..
કે વાંહળી વગાડતો નઈ..
વે'લી ઉઠીને હું તો કામે વળગતી
ઘમ્મર વલોણે મહિડાં વલોવતી...
ઓલ્યા માખણચોરને કહી દો
કે મટુકી ફોડતો નઈ...
જળ જમુનાએ હું તો બેડા રે ભરતી
ઝાકમઝોળ હું તો પાછી રે વળતી....
ઓલ્યા તોફાની કાનુડાને કહી દો
કે કાંકરી મારતો નઈ...
મુખડુ જોઈને હું તો લાજી રે મરતી
ભાન ભૂલીને હું તો ભૂલી રે પડતી...
ઓલ્યા કામણગારાને કહી દો
કે મોરપંખ લગાડતો નઈ...
જમુનાજીમાં હું તો ના'વા રે જાતી
સખીઓ સંગાથે હું તો કિલ્લોલ કરતી
ઓલ્યા "બકુલ" સખાને કહી દો
કે ચિર મારા ચોરતો નઈ...
-બકુલની કલમે..✍️
ભાવગીત
30-08-2021
જન્માષ્ટમી
09.30