ચોરાહે શીદ ઊગીને પથ કીધો
છાયા છવાયો શીળો,
ઝાઝેરાં ફળ ધારીને નમી ગયો
નીચો પૂરો ભારથી,
“હે સદવૃક્ષ ભલા ! રવે તું સહી લે
શાખા - શિખા તોડીને
તોડી પીડ કરે જનો સકળ તે
તારા જ કાર્યો થકી.”
ભાવાર્થ:-
હે સદાચારી વૃક્ષ! શા સારું તે ચાર રસ્તાની ચોકડી ઉપર જન્મ લીધો? શું સામાન્ય વૃક્ષ કરતા તારી છાયા વધુ ગાઢ છે? તને ઘણા વધારે ફળ લાગ્યાં છે, અને તેથી તું પૂરેપૂરું નમી ગયું છે? હવે લોકો તારી શાખા રૂપી શિખાને ખેંચી, હલબલાવી, મરોડી,ભાગી નાંખે છે, તે સહન કર. મિત્ર! એ તો તારાં પોતાનાં જ “ખોટા” કર્મોને કારણે બને છે!