રાધા નો કુષ્ણ ... પ્રક્રુતિ.
ગોપી નો કુષ્ણ ... સમર્પણ.
સુરદાસ નો કુષ્ણ... બાળપ્રેમ.
નરસૈંયાનો કુષ્ણ... સદેહ .
બલરામ નો કુષ્ણ...બંધૂ-ભાવ.
કંસ નો કુષ્ણ ... મોક્ષકારક.
અર્જુન નો કુષ્ણ... મિત્ર.
શકુની નો કુષ્ણ... કપટી.
દ્રોપદી નો કુષ્ણ...સખા-ભાવ.
ગાંધારી નો કુષ્ણ..દોષી.
મીરાંબાઈ નો કુષ્ણ...કંથ.
પાનબાઈ નો કુષ્ણ..ભગવાન.
ઇન્દ્ર નો કુષ્ણ.. બળવાખોર.
શિવજી નો કુષ્ણ.. આરાધ્ય.
ગાંધીજી નો કુષ્ણ.. માર્મિક .
ઇસ્કોન નો કુષ્ણ... ધાર્મિક.
.....
ભાગવત્ પુરાણ નો કુષ્ણ... યોગેશ્વર.
ગીતા નો કુષ્ણ... યુધ્ધ-ઉત્સુક.
અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ વિશેષ કે કોઈ સંપ્રદાય કુષ્ણ ને પુરા અર્થ માં પામી કે ભજી શક્યું નથી.
કહેવા વાળા તો રાધાજી ને પણ એક ષડયંત્ર કહે છે , કહે છે કે આવો વ્યક્તિ પ્રેમ ના જ કરી શકે , કોઈ વ્યક્તિ સામે ઝુકી ન શકે , સમર્પણ ન કરી શકે , રડી ન શકે .
કુષ્ણ જેવો વ્યક્તિ એક પળે યુદ્ધ માં ભાગ ન લેવાનું વચન આપી શકે છે અને બીજી પળે ભીષ્મ પિતામહ સામે પ્રહાર પણ કરી શકે છે. ગોપીઓના ચીર ખેંચી તેમને નગ્ન કરી શકે છે અને દ્રોપદી ના ચીર પુરી પણ શકે છે.આવો બહુઆયામી વ્યક્તિ કોઈને પચી ન શકે , વ્યાજબી છે.😄.
કુષ્ણ ને એ જ વ્યક્તિ સમજી શકે જે પળેપળ જીવવા વાળો હોય , જેમનું જીવન સહજ હોય. કુષ્ણ રાજમાર્ગ નો ઉપયોગ કરે છે જ્યારે બુદ્ધ , મહાવીર પગદંડી નો ઉપયોગ કરે છે , બંનેની મંઝિલ તો પરમાત્મા જ છે પણ પગદંડી સીધી અને સાફ છે ત્યાં કોઇ મુંઝવણ નથી , પહેલા થી જ આંકેલી કેડી છે જ્યારે રાજમાર્ગ કોઈ આગોતરા નિયમો પર ચાલતો નથી ત્યાં પરમ સ્થિરતા અને પરમ ચંચળતા જોઈએ જે જેવા તેવા નું કામ નથી.