“જીવનમાં ન્યાય સાથે અન્યાય ભળેલો હોય એ આપણા ચારિત્ર્ય માટે અત્યંત આવશ્યક છે.નિશ્વાસ-પ્રશ્વાસની ક્રિયાની પેઠે આપણા ચારિત્ર્યમાં એવી એક સ્વાભાવિક શક્તિ હોવી જોઇએ, જેથી આપણું જે હોય કેટલું અનાયાસે આપણે ગ્રહણ કરીએ, અને જેટલું ત્યજ્ય હોય કેટલું વિના ક્ષોભ ત્યાગી શકીએ.”