ખુશ છું હું તારા પ્રેમ થી
તારું જૂઠ્ઠાણું જાણી ને પણ ખુશ છું હું
જાણ હોવા છતાં અજાણ છું કારણ ખુશ છું હું
અંદરથી તૂટેલો પણ બહાર થી મક્કમ છું હું
પ્રેમ હતો કોઈ કરાર નહિ કે તું નિભાવે તોજ હું પણ નિભાવું
નથી સમજાતી શબ્દો ની માયા જાળ ..હું તો અજાણ જ ખુશ છું
આ ધક ધક વાળા મશીન ને સરખું કરી
મન ને માળવે મૂકી ખુશ છું હું ....
મગજ ની દવા ના મળી ..યાદો ની કિતાબ એમજ નજર સામે ઠરી
લોચન ને વિરામ આપી ખુશ છું હું ...🤐
-Het Vaishnav