એ રામને પણ રાતે અયોધ્યાનું રાજ્ય મળતુ હતુ ને સવારે વનવાસ મળ્યો..
એ શ્યામને પણ દ્વારિકાનો નાથ હતો પણ અંત સમયે પાણી પાનાર ન મળ્યો..
હસ્તિનાપુરની સામ્રાજ્ઞી હોવા છત્તા દ્રૌપદીને ભરસભામાં વસ્ત્રાહરણ મળ્યુ..
સતી એવી સીતાને પણ સત્ય જણાવવા માટે અગ્નિ પરીક્ષા મળી..
ધ્યાનસ્ત મહાવીરને પણ ગોવાળિયાના હાથે કાને ખિલ્લા જ મળ્યા..
કર્મની ગતિ જ એવી છે,, તે નથી જોતો..,
કોઈ બાળક
કોઈ વૃદ્ધ
કોઈ સતી
કે કોઈ પ્રભુ...
હવે સમજાય તો સમજી જા,,નજર સામે જ સીધો હિસાબ છે..
સારુ કરીને ભાવિનું ભાતુ ભરી લે તેમાંજ માલ છે.
બાકી કર્મસત્તા આગળ કોઈનું ચાલ્યુ નથી તે માની લે,,
કર્મના ચોપડે તો હરેક પળનો ઉધાર જમાનો હિસાબ છે..
-nirali polara