દુનિયા ની બધી સારી અને ખરાબ વાતો એક તરફ અને
તારા સાથે કરેલી પ્રેમભરી બે મીઠી વાતો એક તરફ
દુનિયા ના તમામ મધુર સંગીત નો અવાજ એકતરફ અને
તારો મને પ્રેમ થી બોલાવવાનો અવાજ એક તરફ
દુનિયા ના લોકો ની લાગણી અને સ્પર્શ એક તરફ
અને તારા સાથે માણેલા પળ નો અહેસાસ એકતરફ
મારા પ્રત્યે લોકો ની સારી કે ખરાબ આદતો એક તરફ અને
તારી વાત વાત માં મારી ચિંતા કરવાની આદત એક તરફ
દુનિયા ની તમામ સુંદરતા એક તરફ અને
તું એક તરફ
-Piyu Patel