આઝાદ બનુ
આઝાદ દેશનો આઝાદ બનુ,
દેશ માટે થઈ દેશભક્ત બનુ.
માં, માતૃભૂમિ અને માતૃભાષાનો રખવાળ બનુ,
દુનિયા માટે થઈ એક સારો ઈતિહાસ બનુ.
દુશ્મનો સામે ઢાલ બનુ,
થાકેલાનો હથિયાર બનુ.
જીવતા જીવ માણસ બનુ,
મર્યા પછી પાળિયો બનુ.
-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.