હું તો ફૂલોને વિનવું,આપોઆપ પથરાઈ જાઓ એ રસ્તે !
જે રસ્તે એ આવવાની છે.
કંટકના પ્રમુખને ખુદ મળી આવું કે તમેં જાતે ખસી જજો.
રસ્તે પગે અડવાણે એ આવવાની છે.
અય ! સુરજદાદા તમેં ધીરે ધીરે તપજો.
ઉઘાડે માથું રાખી એ અહીંથી વિહરવાની છે.
હે ! લોકો તમેં ફુલહાર લઇ લાઈનમાં રહેજો.
કેમકે એ ફૂલ પરીને ફૂલો તણો ભાર ના લાગે.
- वात्त्सल्य