સાંજ થઈ ગઈ હતી. સૂરજ આથમી ગયો હતો. બધાં ચામુંડા માતાજીનાં મંદિરેથી હવેલીએ પાછા આવી ગયાં હતાં. પ્રોફેસર શિવે બધાને હવેલીનાં હોલમાં બેસવાનું કહ્યું હતું. પ્રોફેસર શિવ હોલમાં આવ્યાં અને બોલ્યા, "Hello Everyone! આજે આપણે, આપણાં રીસર્ચનાં પહેલાં સ્થળની મુલાકાત લીધી. તમને યાદ હશે, મેં તમને કોલેજમાં જણાવ્યું હતું કે આપણે એક દિવસ પ્રેક્ટિકલ કરીશું અને એક દિવસ થીયરી. મતલબ આજે આપણે મંદિરે જઈ આવ્યા છીએ એટલે કાલે તમારે તેનું રીસર્ચ પેપર બનાવવાનું છે.
આગળ શું થશે? એ જાણવા માટે વાંચો... રાત-7
Story Link :- https://www.matrubharti.com/book/19914908/raat-7