બાળપણના મિત્રો જાણે ઈશ્વરે આપેલી અણમોલ ભેટ,
બાળપણના મિત્રો સાથે ની યાદો અમે સાચવીને રાખી છે,
જાણે ઇશ્વરે આપેલી અણમોલ ભેટ..
થાય જો ફરી મુલાકાત તો ભેટીને ખૂબ વાતો કરવી છે,
મસ્તી ભરેલા એ દિવસો યાદ કરી ફરી આનંદ માણવો છે,
બાળપણના મિત્રો જાણે ઈશ્વરે આપેલી અણમોલ ભેટ..
બાળપણના એ રિસામણા મનામણાં યાદ કરી ફરી ખૂબ હસવું છે,
સાથે ભેગા મળી ફરી એજ ગલીઓમાં વિહરવું છે જ્યાં ખૂબ ફર્યા હતા,
બાળપણના મિત્રો જાણે ઈશ્વરે આપેલી અણમોલ ભેટ..
#Always smile 😊❤️
✍️Meera soneji