શિષૅક : મેઘધનુષી રાખ
એક હતી છોકરી. સોળ વર્ષ ની થતા જાણે તેને ફૂટી પાંખો. આંખો માં રંગબેરંગી સપનાંઑ સજાવી ઊડી તે સ્વપ્ન નગરી તરફ, સપનાઓ પૂરા કરવા. આત્મવિશ્વાસ થી ભરપૂર અને રંગો ની દુનિયામાં ચાલી જીંદગી ને સપ્તરંગી મેઘધનુ બનાવવા. જીવી તે સપ્તરંગી દુનિયામાં એવી રીતે જાણે હોય તે રાજકુમારી, મળ્યો તેને સપનાનો રાજકુમાર રંગોની દુનિયામાં, મેઘધનુ બની તેની જીંદગી, આત્મવિશ્વાસ અને પ્રેમનાં સમન્વયથી મળી સફળતા એવી કે રંગો ની દુનિયામાં થયું તેનું નામ, તેની કળા ને મળ્યા નામ - દામ પ્રતિષ્ઠા, નહોતું કુદરતને મંજુર આ, મળ્યો ધોખો પ્રેમમાં, વિખરાઈ ગઈ એવી રીતે જાણે વિખરાયા માળામાંથી મોતી, હતી તે લાગણીથી ભરપૂર તુટી એવી જાણે કે તૂટ્યો કાંચ, સમય જતાં તે ફરી થઈ ઊભી તેની જ રાખમાંથી જાણે કે ફિનિક્સ, પણ તે ખોઈ બેઠી પોતાનો આત્મવિશ્વાસ, તુટી ને જોડાયા છતાં રહી ગયા નિશાન, ના કરી સકી ફરી વિશ્વાસ પ્રેમ પર, હારી ગયો તેનો આત્મવિશ્વાસ, ખોવાઈ ગઇ તે રાજકુમારી જે જીતવા નીકળી તી પોતાના સ્વપ્નાઓ ને, ખોઈ ચૂકી પોતે જ પોતાને....
મેઘધનુષી દુનિયા પર છવાઈ ગયા કાળાડિબાંગ વાદળાંઓ, ફરી આવે જો પ્રેમના વરસાદની હેલી તો કદાચ થાય વિશ્વાસરૂપી ઉઘાડ... સપ્તરંગી મેઘધનુ
- Hemali