પતંગિયું
નાનું નાનું મારું,
આ છે પતંગિયું.
ફુલડે ફુલડે ભમતું,
આ છે પતંગિયું.
રંગબેરંગી એની ,
કાયા છે.
હાથમાં ન આવે,
એવી માયા છે.
મસ્ત બની વિહરતું,
મોજ મજાની કરતું.
પાંદડે પાંદડે બેસી,
ઝુલા ઝુલતું.
નાનું નાનું ફુદડું,
જરા જપી ન બેસતું.
ઊડા ઊડ કરી,
સ્વસ્થ એ રહેતું.
નાનું નાનું.....
@mi..