💞 *_Words of Heart_* 💞
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ચિત્ર સ્પર્ધા :-*
*શીર્ષક :-*માઁ પાર્વતી ની પૃથ્વી લોક ની શોપિંગ*
*પ્રકાર :-*ગદ્ય*
➖➖➖➖➖➖➖➖
મંગળવાર , તિથી પડવો, શુક્લ પક્ષ ના રોજ માઁ પાર્વતી ચાંદી જેવા રંગ ની સાડી જેની બોર્ડર ગેરુ જેવા મરુન રંગ ની છે , એવી સુંદર સાડી પહેરી લાંબા કાળા કેશ ને છુટ્ટા રાખી ટીકો દામણી અને બાજુબંધ પહેરી માઁ પાર્વતી તૈયાર થાય છે....
સાથે સિંહરાજ ને આદેશ ફરમાવે છે માઁ....
*માઁ પાર્વતી* :- સિંહરાજ આજે મારે શોપિંગ માટે જવાનું છે તો સવારી તૈયાર રાખશો.
*સિંહરાજ* :- જેવી આજ્ઞા માઁ
*માઁ પાર્વતી* :- ગણેશ ઓ .......ગણેશ બેટા ક્યા છો?
*શ્રી ગણેશ* :- જી માઁ આજ્ઞા કરો હુ અહીયા જ છુ.
*માઁ પાર્વતી*:- બેટા ગણેશ તમે આજે તૈયાર રહેજો આપણે મૉલમાં શોપિંગ માટે જવાનું છે.
*શ્રી ગણેશ*:- માઁ કેમ મૉલમાં?
*માઁ પાર્વતી*:- બેટા જોઈએ તો ખરાં આ પૃથ્વી લોકો ના માનવી આટલાં કૉરાનામા પણ મૉલમાં જવાનું બંધ નથી કરતાં , જોઈએ તો ખરાં એવુ તો શુ છે ત્યાં!!!!
*શ્રી ગણેશ*:- ભલે માઁ..
*કાર્તિકેય*:- હે માઁ મને સાંભળવા મળ્યું કે તમે ગણેશ સાથે મૉલમાં જાવ છો?
*માઁ પાર્વતી*:- હા બેટા
*કાર્તિકેય*:- માઁ મારી વિનંતી છે કે હુ પણ આપની સાથે આવીશ... કૉરાના સખત વ્યાપયો છે હુ મારા શસ્ત્રો થી તમારુ અને ઞણેશ નુ કૉરાના થી રક્ષણ કરીશ માઁ.
*માઁ પાર્વતી*:- ભલે બેટા જરુર આવો ,હંમેશા તારો આ કાળજી ભર્યો વ્યવહાર મારું દિલ જીતી લે છે😊😘 પણ તુ આવીશ એટલે તારી સવારી મયુરરાજ પણ આવશે જ....
*કાર્તિકેય* : - હા માઁ
માઁ પાર્વતી ફોન કરે છે શ્રી લક્ષ્મીજી ને,
*માઁ પાર્વતી*:- હેલ્લો...હે સખી લક્ષ્મીજી તમે કેમ છો?
*લક્ષ્મીજી*:- બસ કુશળ મંગળ બોલો સખી કેમ યાદ કર્યા?
*માઁ પાર્વતી*:- આજે હુ ગણેશ અને કાર્તિકેય ને શોપિંગ કરવા લઈ જઈ રહી છું ત્યાં તમારી જરૂર પડશે... પૃથ્વી લોકના લોકો આજ કાલ ડેબીટ કાર્ડ લઈ જાય છે... પણ હુ તમને જ લઈ જાઉ સખી તો તૈયાર રહો...
*લક્ષ્મીજી*:- ભલે સખી હુ આવીશ સાથે મારુ વ્હાલું ઘુવડ પણ આવશે જે રસ્તામા તમને એની પાંખોથી પવન નાખી ઠંડક નો અહેસાસ કરાવશે..
*માઁ પાર્વતી*:- અરે વાહ તો,તો આપણી આ મુસાફરી મસ્તી ભરી જશે ગણેશ નુ વાહન મુશક પણ આવે છે,ઘુવડ અને મુશક બંનેનું તોફાન અને મુશક નો ડર જોવાની મજા પડશે..
*લક્ષ્મીજી*:- હાહાહાહા....મુશક ઘુવડ થી ખુબ જ ડરે છે, ભલે મજા આવશે...કેમ ના આપણે સાથે દેવી સરસ્વતી ને પણ લઈએ? એના સંગીત થી મુસાફરી વધુ મનોરંજક બની જશે..
*માઁ પાર્વતી*:-અરે હા...આ વાત મને કેમ ના સુઝી...બહુજ સારો વિચાર છે લક્ષ્મીજી સરસ્વતીજી પણ લઈ લઈએ
સિંહરાજ કેરી જાજરમાન સવારી,
પાર્વતી, ગણેશ બિરાજમાન સિંહસવારી,
કાર્તિકેય રીક્ષા કરે શસ્ત્રો સંગ,
કૉરાના કરે ના આ મજા ભંગ,
મયુરરાજ દુર થી ટકટક જોયા કરે,
કયાંક આવતો નથી ને કૉરાના,
સરસ્વતી વીણા વેદના વગાડતાં જાય,
મુશક એમા મશગુલ દેખાય,
લક્ષ્મીજી કરે ઘુવડ ને આદેશ,
જો જો શ્રી ગણેશ ને લાગે ના તડકો લેશ.
➖➖➖➖➖➖➖➖
*નામ :-*ઈલા શેઠ*
*ગામ :-*વલસાડ*