કોઈ એ મને પુછ્યું શું તમે લેખક છો?
જો વિચારોને લખીને વ્યકત કરવાની કલા લેખકમાં હોય છે તો,
હા,હું લેખક છું.
જો શબ્દોને કવિતામાં બદલવાની કલા લેખકમાં હોય છે તો,
હા,હું લેખક છું.
જો કોઈની લાગણીને સમજીને એને સરળ ભાષામાં સમજાવવાની કલા લેખકમાં હોય છે તો,
હા,હું લેખક છું.
જો મારા લખવાથી કોઈ એકના પણ વિચારોમાં સારો બદલાવ આવી શકતો હોય તો,
હા,હું લેખક છું.
-Priyanka Patel