કાલે રાતે
મેં નિમંત્ર્યો એને.
એ આવ્યો.
હંમેશની જેમ એની
શાલીનતા લઈ.
કશું ન બોલ્યો એ કાલે પણ,
હંમેશની જેમ.
યુગોથી
જાણે ઓળખતો હોય
એમ
ધારી ધારીને મને
જોઈ જ નહીં !
હથેળીઓયે ન પરોવી.
મને કહ્યું કે
આરામથી બેસ
પલંગમાં
હું બેઠી
દિવાલને અઢેલી, પગ લાંબા કરી
અને એ
સૂઈ રહ્યો મારા
ખોળામાં માથું મૂકી
હંમેશની જેમ.
હજીય આમ જ વર્તે છે
મારાં સ્વપ્નમાં એ
હંમેશની જેમ...
--નિર્મોહી