કોણ જાણે ક્યાં સુધીનો આપણો સંગાથ છે?
લોકમાં છે વાયકા કે ક્યાંક કોઈ નાથ છે !
બે ઘડી મળતી નથી ને ચૂંટવા છે ફૂલડાં,
સ્પર્શ કોમળ પાંખડીનો એ જ મારી આથ છે.
હા, મને તો ઓરતા છે આગમન, સહવાસના
એક આખું વિશ્વ છે જેમાં ભરમનો હાથ છે.
હાથમાં જે હાથ છે એ ખાસ રેખા ખેંચતો,
હું હસીને ગણગણું છું સ્નેહ તારો સાથ છે.
નાથ ! તારા રાજમાં જો કેસૂડાં મસળાય છે,
બોલ, તારા ભાગમાં આવી નરી શું બાથ છે !?
અમિરામ..🌺