મમ્મી, તુ મને છેતરી ગઈ
તારા હ્રદય મા જે પીડા હતી એકલી સહેતી ગઈ
તારા મનની વાતો મન મા જ રાખતી ગઈ,
તારા તનની વેદના છુપાવતી રહી,
મમ્મી, તુ મને છેતરી ગઈ ...
તારી ઊતાવળ કરવાની વાત મા
જીંદગી જીવવાની રીત તુ ભૂલતી ગઈ
લગ્ન લગ્ન કરી તુ બધા નુ ભાન ભૂલાવતી ગઈ
મમ્મી, તુ મને છેતરી ગઈ...
તારી મીઠી જેરી બિમારી વેઠતી રહી
તારી કમજોરી તને દુઃખ દેતી ગઈ,
મમ્મી, તુ મને છેતરી ગઈ...
આવી પરિસ્થિતિમાં પણ તુ બેનીને સુખેથી
પરણાવતિ ગઈ,
બધુ તૂ સવાયુ કરતી ગઈ,
મમ્મી, તુ મને છેતરી ગઈ...
અચાનક જ તારી વ્યથા વધી ગઈ ,
તારી શ્ચાસો સાથ છોડતી ગઈ,
છેલ્લી ઘડીએ તુ મને,
તારાથી દૂર કરતી ગઈ
મમ્મી, તુ મને છેતરી ગઈ...
મારા પપ્પા ને એકલા તુ કરતી ગઈ,
ફરીથી કહુ છું મમ્મી,
તારા હ્રદય ના કટકા ન તુ
આમ, કારણ વગર જ છોડી ગઈ,
મમ્મી, તુ કેટલી ડાહી નય,
આટલુ બધુ કીધુ તોય,
તાર જે કરવુ એ કરતી જઈ
મમ્મી, તુ મને છેતરી ગઈ...