અચાનક જ એક રાતે એણે વાત કરતા વચમાં પૂછ્યું કે તને શું ગમે છે? અને મેં કહ્યું કે બધું જ પ્રકૃતિ પહાડ ઝરણાં નદી હવા અવાજ પક્ષીઓ પાંદડાઓ, ઝાડને વીંટળાઈ ગયેલી વેલો ફૂલોના વજન થી લચી પડેલી ડાળીઓ, નદીઓ ખુલ્લા મેદાનો, ઊંચેથી પડતાં ઝરણાં, સવારે ઉગતો સુરજ તારા ચમકતી રાત, ઈશ્વર નું બનાવેલું બધું જ મને ગમે છે છમ છમ પડતો વરસાદ એમાં ભીંજાવું...... બધુજ..
અને મને વચ્ચે અટકાવતા એ બોલ્યો ક્યારેક ઉઠાવી જઈશ. મેં પણ કહી દીધું પાક્કું...
ગાડી માં પણ એજ વાતો જેટલું મને ગમે છે. એજ એને . હસવું, હસાવું, વાતો સાવ નજીક હોવા છતાં મર્યાદા. અને મસ્તી હોવા છતાં પણ સંયમ. આવી વાતો વચ્ચે ખૂબ હસતા હસતા એક અલગ જ દુનિયા માં પહોંચી ગઈ. જાણે હું કોઈ સ્વપ્નની દુનિયા માં છુ. અને અચાનક જ ગાડી નેબ્રેક લાગી હું જરા આગળ ડેશબોર્ડ સાથે અથડાઈ. વિચારો ની તંદ્રા તૂટી. સામે બહુ બધા ફૂલો હતા.એજ ક્ષણ સમજાયું પણ... ફૂલો ડાળી પર જ શોભે છે. કુણા કુણા ઘાસ માં પગ મુકો તોજ રોમાંચ આવે છે. નાના નાના પાન ઝાડ સાથે જ હોય છે. આબધું તમે મુઠ્ઠી માં ભરી તોડી ને ઘરમાં નથી લાવી શકતા. ભલે તમને ગમે તેટલું ગમે. પણ જો આ બધું તમે ખોબા માં ભરી ઘરે લાવશો તો એ માત્ર કચરો જ લાગશે. માટે જે જ્યાં છે, એ જ શોભે છે. કદાચ કુદરતે બધા ને ત્યાંજ રાખ્યા છે. જ્યાં એ હોવા જોવે. કદાચ 'હું' પણ... 'તું' પણ...અસ્તુ.(મનના કોઈ ખૂણે થી)વિરાજ પંડ્યા.