કઈ ક્ષણો લપેટું તો
સ્વયં થઉં હું સુગંધ
પુષ્પ જેવાં અસ્તિત્વની
પાંખડી થઈ મુંજાઉ છું!
પાંખડીની મૂંઝવણનો પોતાની સમજણથી તાગ મેળવવા સુસજ્જ છો ને!??
"સુગંધ" પરોપકારમાં પરોવાયેલી અદ્રશ્ય ઓળખ.. પુષ્પ, પોતે ફરી નથી શકતું તો પોતાની સકારાત્મકતા ને વિસ્તારે છે..કોમળતા સ્વયંની હિંમતને અવ્યક્ત રાખે છે કેમ? એ જ તો પાંખડીઓ નો પણ પ્રશ્ન છે! કે અસ્તિત્વ ભલે નાનકડું હોય.. વિચારો અને આચરણથી મહેકતાં રહીએ.. એથી જ પાંખડીની સ્ત્રીસહજ ઈર્ષા આ પંક્તિ ને પુષ્પ થી વધારે આકર્ષક બનાવે છે.. ભમતાં ભમરાને પાંખડી થવું છે.. અને પાંખડીઓ ને સુગંધ!! મન જેવી ચંચળતા પાંખડીને સુગંધ થવાની ઈચ્છા જગાવે છે એ પણ ભૂંકમ્પ ની તીવ્રતાથી.. કેટલી!?? કોઈ પંક્તિ રચી દે એટલી.. Heli Amarcholi