શું પામીશ !
મીઠાં નદીનાં જળ
ખારાં કરીશ !
ધસમસતા
વેગીલા વળાંક
સાગરમાં
ક્યાં રહેશે !
પાવન ફૂલોને ચૂમતાં તારા ચરણ
સમુદ્રી રેતીમાં
ખૂંપશે, દાઝશે, દૂઝશે
હે સ્નેહના ઉદગમ !
લાગણીનાં પૂર બાંધ
ક્યાંક સૂકાતી ધરા
તારી રાહ જોતી હશે...
--નિર્મોહી
-Anubhav ni yaad hamesha