મારી સજા એજ છે કે એને યાદ કરી તડપી તડપી આ હાડ માસ નું શરીર તેની યાદમાં રોઈ રોઈ તડપી તડપી ગાળું
આત્મ હત્યા નહીજ કરવાની..સહન કરવાનું આત્મ હત્યા કરૂ તો પરીક્ષામાં ફેલ થયો કહેવાઉ...
મારે મારી લાગણી ની પ્રેમની પરીક્ષામાં પાસ નહી અવ્વલ આવવું છે..ભગવાન નું કાળજું પણ દ્રવી ઉઠ્યું જોઈએ અને એને પણ એની ભુલ પર પછતાવો થવો જોઈએ કે નીર્દોષ ભોળા પારેવડા ને અલગ કરવા થી શું થાય છે, પાપ અને શ્રાપ બન્ને ભગવાનને પણ લાગશે અને એ જવાબદાર માણસોને પણ, પણ અમે કોઈને શ્રાપ નહી આપીએ..
મને ગર્વ છે તારી પ્રીત તારી ચાહત તારા પ્રેમ અને તારા પર દોષ્ત સાત જન્મોમાં સોધો તો પણ તારા જેવું ચાહવા વાળું આ જગતમાં ન મળે. પણ મારે ખજાને ખોટ પડી ,ભગવાને આપણને જુદા કરી દીધા , તને લઈ લીધી મારાથી અલગ કરી દીધી, સમય મુજબ છ મહીના થયા પણ મારો સમય તો એ સમયેજ રોકાઈ ગયેલ , માટે મારા માટે સમય નું હવે કોઈજ મહત્વ નથી,