"જાણું છું કે કશુંયે શાશ્વત નથી. હિમયુગનાં થીજેલાં. આદિજળ શ્વેત શિખરો પરથી સરકીને વહેવાનું શરૂ કર્યું તે ક્ષણથી, અને તેના પણ પહેલાંથી, બધું જ પળેપળે બદલાતું રહ્યું છે. તેને નવું કહીએ કે પહેલાં કરતાં જુદું ગણીએ; કશું પણ હતું તેવું રહેતું નથી. આ જ રીતે સમયની સાથે માણસ, તેની વિચારધારા, તેની રીત-ભાત બધું બદલાતું રહે તે હું સમજી શકું છું."
"આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદું પણઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઈનો ન્યાય આપણે ન કરવો જોઈએ એવી સમજણ માણસમાં ધીરેધીરે જ આવે છે. નજર સામે જે થાય છે તેને જોતાં-સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને કે તે ઘડીથી. આપણે કોણ અને કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.' 💓
- "કર્ણલોક", ધ્રુવ ભટ્ટ