6)ઝેરનો પ્રશ્ન
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે,ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !
હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો!
માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો
એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?
એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.
ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો
- શ્રીખલીલ ધનતેજવી સાહેબ
7)આવે...
પવન ફુકાંય તો કે'જે, મારા ઘર ભણી જઇ આવે,
અમારે આંગણે ઝગમગ થતાં દિવા ગણી આવે!
ફરી બચપન મળે પાછું નિશાળે જઇ આવે,
હાથેળી પર માસ્તર ની સટાસટ આંકણી આવે!
મને બચપન નો પેલો રોટલો પણ યાદ આવે છે,
ફરી મા ચૂલો સળગાવે, ફરી એ ફુંકણી આવે!
વલોણું યાદ આવે છે ને મનમાં નેતરાં તાણું,
તરત મોઢા સુધી લસલસતી ઘીની તાવણી આવે!
નર્યો એકાંત છે, અંધકાર છે, તમરાં ની મહેફિલ છે,
સરસ સુરતાલ આવે, રાગ આવે, રાગિણી આવે!
કુતૂહલ છે, અજાણ્યું ભોળપણ છે તારી આંખોમાં,
ખુદા સંભાળે પાંપણ પર કદીના આંજણી આવે!
સળગતું દિલ, ગરમ શ્ચાસો, ભીંજાયેલી આંખો,
ખલીલ આપી દઈશ એની ગમે તે માંગણી આવે!
- શ્રી ખલીલ ધનતેજવી સાહેબ
8)નિરાંતે બેસવા...
નિરાંતે બેસવા જેવી જગા સમજી ને બેઠો છે,
અહીં એ પગ ના છલા ફોડવા સમજી ને બેઠો છો!
નદી જેવી નદી એની તરસ ને છેતરી ગયી છે,
દરીયા ને પાણી ને એ ઝાંઝાવા સમજી બેઠો છે!
સજદામાં નથી તો પણ હવે એ માથુ નહીં ઉંચકે,
મદદ કરનાર સૌને એ ખુદા સમજી બેઠો છે!
બધા ને મિત્ર સમજે છે એ બધાં મિત્ર નથી હોતા,
તુ વાવંટોળ ને પોચી હવા સમજી બેઠો છે!
બધાં વૃક્ષો તળે ઝાંખી પડેલી રાત પોઢી છે,
અને એને જ માણસ છાંયડા સમજી ને બેઠો છે!
હવે આરામથી એ પોતાના પગ પર ખડો થાશે,
સગા-સંબંધીઓ ને પારકા સમજી બેઠો છે!
ખલીલ એવો કઠણ માનસ કે દુખ ને દુખ નથી કેતો,
તમારી બદદુઆને ને પણ દુઆ સમજી બેઠો છે!
– શ્રી ખલીલ ધનતેજવી
9)તમારા હાથનો પ્યાલો
તમારા હાથનો પ્યાલો એક પાણી પી ગયેલો છુ,
થયુ છે શુ કે આ લોકો કહે બેહેકી ગયલો છુ.
કહી દો મોત ને કે ધાક મા લેવાનુ રેવા, દે,
હુ એના થી પણ અઘરી ઝિંદગી જીવ ગયેલો છુ.
કોઈ આવી ને ઓગાળે મને શ્ર્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હુ થીજી ગયેલો છુ.
મને તુ ઘર સુધી દોરી જા મારો હાથ જાલીને,
ગલીના નાકે ઉભો છુ અને ઘર ભૂલી ગયેલો છુ.
ખલીલ ઉપર થી અકબંધ છુ, આડિખમ છુ ઇ સાચું છે,
પણ અંદરથી જુઓ! ક્યાં- ક્યાં થી તૂટી ગયેલો છુ.
– શ્રી ખલીલ ધનતેજવી
આજે એવા જ એક મહાન રત્ન ની સાહિત્ય ને એક વાર ખોટ લાગી છે, મહાન કવિ એવા શ્રી શ્રી ખલીલ ધનતેજવી સાહેબ દેહ વિલય થાય ગયા છે ત્યારે એમની અમુક રચના અહીં રજૂ કર્યું છું, અને પ્રભુ એમની દિવ્ય આત્મા ને શાન્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું અને સર્વ લોકો કરવા અપીલ કરું છું.., એમની રચના નિ એક પંક્તિ યાદ આવે છે.
'' ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો "