વાવણી પહેલા કોને ખબર કે ક્યાં ચોખા અને ક્યાં ઘઉં?
તો પછી નાહકનુ શુ કામ હુ આખુ ગામ માથે લઉ.
ચોપડીઓ વાંચીને થયુ કે સાહેબ થઇએ
ત્યાં જ જિંદગી કહે ઊભો રે એકાદ પાનુ હુ લખી દઉ
એકલા ચાલવા જ તો નીકળ્યા તા અમે આ રસ્તા ઉપર
સામે તમે મળ્યા છો તો લાવને એકાદ કીતાબ હુ પણ લખી દઉ
કાળી અંધારી ઘેરી રાત અને નિરાશાની વાતો નથી ગમતી મને.
જે આવી વાત કરે લાવને એના હોઠ સિવી દઉ
હે નદી વર્ષો પહેલા તારા આ જ કિનારા પર મળ્યા તા અમે
ત્યારથી લઈને અત્યાર સુધીની છાની વાતો લાવ તને કહી દઉ
કોકના વિચારે ચાલ્યો જતો હતો અત્યાર સુધી
થાક્યો ને હવે થયુ લાવને એકાદ વિચાર હુ જ જન્માવી લઉ
-Harshit