તું ભગવંત થઈ તારા ભક્તો ચાહકો વાલાઓને દુખી નથી જોઈ શક્તો , આટલો શક્તિ શાળી હોવા છતાં કોઈ ના કષ્ટ જલ્દી હરી નથી શક્તો, કસોટી કર્યો વીના કોઈને પાસ નથી' કરી શક્તો, ભગવંત હું તો છું એક સાધારણ જીવ આત્મા એક અવતારી મનુષ્ય જીવ , હું કેવી રીતે મારા ચાહકો વાલાઓને સ્નેહીઓને કષ્ટમાં કે દુખી દેખી શકું ,જો હોત ને તારા જેવો શક્તિ શાળી તો નરક જેવી કોઈ સ્થાનજ ન હોત ,અને નરક મળે તેવું કર્મજ ન હોત..પણ હું છું એક સામાન્ય જીવ આત્મા અને તું અનંત બ્રહ્માંડનો માલીક.