કૃષ્ણ ભકિત કોઇ એક ફોટાની મોહતાજ ન હોય,પ્રભુને માટે તમામ સમાન હોય...ભગવાન કૃષ્ણના વિચારોથી જ દુનિયા ચાલે,બાકી જો બુધ્ધ અને મહાવીરના સિધ્ધાંત લગાવવા જઇએ તો દુનિયા બરબાદ થઇ જાય...
કૃષ્ણની કુટનીતી અને તેમની શાલિનતા પર તો આખી દુનિયા નતમસ્તક છે..
આજે પરોઢના ૩ વાગ્યે ઉઘડેલી મારી આંખ જ્યારે ભૈરવી રાગ સાંભળવા બેઠી ત્યારે ખ્યાલ આવ્યો કે કૃષ્ણ જેવો શૃંગારરસ પ્રધાન કોઇ હોય જ નહી...
તેમના જેવુ ક્રોધી પણ કોઇ ન હોઇ શકે કારણકે તેમણે જ શિશુપાલને ભરી સભામા શિરચ્છેદ કરી નાંખેલો...
લાલાને તમે નવા નવા વાઘા પહેરાવો,તેને દિલથી જમાડો...તેને પારણે ઝુલાવો...તેને માટે સ્પેશિયલ અલાંયદી રુમ પણ રાખતા હોવ છો,તો પછી તેમના વિચારોથી વિપરીત જવાનો મતલબ શુ?
વિષ્ણુના તમામ અવતારોમા સૌથી વધારે પ્રચલીત છે કૃષ્ણાવતાર....ભગવાન રામ પણ કૃષ્ણ જેટલા ફેમસ નથી....મર્યાદા પુરુષોત્તમ સામે વાળાને જોઇને બનાય...
જરા વિચારો,કૃષ્ણની ચીટીંગને ય આપણે લીલા કહીએ છીએ,કારણકે તે ધર્મને સાચવવા માટે કરેલી...
માધવને શોધવો જ હોય તો તેને પંચામૃતનો પ્રસાદ ચડાવવાથી ન શોધી શકાય,તે તો તુલસીના પત્તાથી ય રિઝાઇ જાય તેવો ભોળો છે....
ને જો મગજમા પીન ચોંટી જાય તો ભીષ્મ પિતામહને ય પગમા નમાવી નાંખે...
દ્રૌપદીનુ ચીર હરણ પણ તેમણે અટકાવ્યુ અને યુધ્ધમા લડ્યા સિવાય પણ જીતી શકાય તે શિખવ્યુ...
બે ફુલ ચડાવી મુર્તી પર,પ્રભુ મળે નહી સસ્તામા...
ઇશ્વર પડ્યો નથી રસ્તામા...
કૃષ્ણ જેવો ખંતીલો પુરુષ મે ક્યારેય સાંભળ્યો નથી,ટચલી આંગળી પર આખો પહાડ ઉંચકી લ્યે તો ય થાક ન લાગે...કે આંગળી ન તુટે...હવે ખબર પડે છે કે રાધા કે મીરા કઇ એમ નેમ પ્રેમમા નહોતી પડી...પોતાનુ સર્વસ્વ તેમણે કૃષ્ણને આપ્યુ..
ભારતીય શાસ્ત્રીય સંગીતમા કૃષ્ણ ઉપર ખુબ બંદિશ લખાયેલી છે...કેદાર,ભૈરવી,ભૈરવ,માલકૌંશ,યમન,દરબારી કે મલ્હાર....આ તમામ રાગો કૃ્ષ્ણ ભકિતનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે....
હુ તો ખુબ નાનો માણસ છુ,તેમને અલંકૃત કરવા માટે....રામની મર્યાદા કરતા કૃષ્ણ જેવા ટિખળબાજ થવામા વધારે મજા છે....
આ લખુ છુ તે મારી ભકિત જ છે....બાકી,કોણ ઇશ્વર માટે આટલુ વિચારે?
અરે,તેમણે જ શિખવ્યુ કે દુનિયા ગોળ છે,જ્યા ઢાળ પડે ત્યા ઢળી જવુ....અન્યાય સામે ક્યારેય મચક ન આપવી,નહિંતર કોઇ ભાણીયો પોતાના સગા મામાને મોતને ઘાટ તો ન જ ઉતારે...
તેમના તમામ લગ્રન પોલિટિકલ મેરેજ હતા,એકે ય પ્રેમ લગ્ર નહોતુ....કારણકે પ્રેમતો રાધા પુરતો જ સાચવેલો...જે છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યો..
હુ ક્યારેય જલદી કોઇ મંદિર નથી જતો,પણ જો કૃષ્ણની વાત આવે ત્યારે એક અલગ જ રોમાંચકતા આવે....તમે પોતાની જાતને ન રોકી શકો..."જય શ્રી કૃષ્ણ"
-Dangodara mehul