પોતપોતાની સાંજ....
સંધ્યાકાલ વિના આયખું અધુરું,ને સાંજ વિના દિન અધૂરો.....સાંજનો સમય , અને એ ઉઘડતી સાંજ સાથે એકાકાર થવાની ઈચ્છા......સાંજનો સમય જ' રાધા અવતાર' જેવી કૃતિ નું પ્રાગટ્ય કરી શકે......
સાંજ એટલે રાતનું બાળપણ...
સાંજ એટલે આખા દિવસનું સરવૈયું...
સાંજ એટલે નિરાંતની પળ......
સાંજ એટલે જીવાતી જીંદગી માથી વિરામ ની ક્ષણો ને જીવી લેવાની અદમ્ય ઈચ્છા...
સાંજ એટલે કૃષ્ણનો રાધાભાવ....
સાંજ એટલે દિવાકર ની સુંદરતા...
સાંજ એટલે એક સુંદર મજાની કવિતા...
સાંજ એટલે મંદિરમાં સંભળાતી આરતી...
સાંજ એટલે કોઈને યાદ કરી રાહ જોવાની ક્ષણ....