છે સાજનને મળવાની આશ ઝરણાની પેલે પાર
કેમ કરી મળુ સાજનને, બન્યુ છે મારુ દિલ બેતાબ....
કહી દો કોઈ જઈને સાજનને ઝરણાની પેલે પાર,
વાટ જોઈ છે રહી છે તારી "રાજલ" બની બેતાબ...
તરસી રહી છે મળવા સાજનને ઝરણાની પેલે પાર,
આવ આવી આપી જા આલિંગન એને બની બેતાબ...
મૃગજળ બની બેઠી છે "રાજલ" જોઈ તારી વાટ,
આવ આવી લઈ જા એને ઝરણાની પેલે પાર.....
-Rajeshwari Deladia