શિખવે છે મા-બાપ જે,
નિભાવે છે દીકરી
મુસીબત આવે છે જિંદગીમાં,
વીરની જેમ લડે છે દીકરી
સાથ ન દે નસીબ ભલે,
તેને બદલવામાં માને છે દીકરી
આ સ્વાર્થી દુનિયામાં,
બોલવા કરતાં કરી બતાવે છે દીકરી
આવે છે દુઃખ જ્યારે,
'સ્મિત' કરી તેને હરાવે છે દીકરી
લોકોની પરવા કરવા કરતાં
મસ્ત રહેવામાં માને છે દીકરી.
- BhAkTi SoNi