હાલમાં માતૃભારતી ગુજરાતી પર ચાલી રહેલી મારી ચોથી નવલકથા સુંદરી એ આજે વહેલી સવારે 1 લાખ ડાઉનલોડ્સનો આંકડો પસાર કર્યો છે.
આ સાથે માતૃભારતી પર એક લાખ ડાઉનલોડ્સ પુરા કરનાર સુંદરી મારી પ્રથમ નવલકથા બની ગઈ છે.!
હજી 1 ડિસેમ્બરે જ તેના 50 હજાર ડાઉનલોડ્સ પૂરાં થયાં હતા, એટલે માત્ર અઢી મહિના જેટલા ટૂંકાગાળામાં જ ડાઉનલોડ્સની સંખ્યા બમણી થઇ ગઈ. આમ થવું માત્ર માતૃભારતી પર જ શક્ય છે.
આ ઉપરાંત આ નવલકથાના 1.5 લાખ ઉપર વ્યુઝ પણ થયા છે એટલે કે એટલી સંખ્યામાં લોકોએ તેને પોતપોતાના બ્રાઉઝર્સ પર પણ વાંચી છે.
દરેક નવા એપિસોડ બાદ કમેન્ટ્સ સેક્શનમાં સુંદરીને વાચકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે જે સતત મને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે. અહીં સુંદરીના કેટલાક વાચકો પણ હશે જે મને અહીં તેના વિષે કશું કહેશે તો મને ઘણું ગમશે.
સુંદરીની સફર હજી થંભી નથી, આશા છે દોઢ લાખ ડાઉનલોડ્સની સંખ્યા ઉજવવાનો સમય જલ્દી જ આવશે.
તમામનો ખૂબ ધન્યવાદ!
😊🙏