#ચાતક ...✍
મારું માનવું છે કે જ્યાં ઈશ્વરને રહેવા માટે સ્થાન આપે એને મંદિર કહેવાય.
જ્યારે આ મંદિરને હું જોઉં છું .
ત્યારે અનેક સવાલો થાય છે મનમાં
અનેક વિચારો મહિ ઘેરવું છું....
- જે મંદિરમાં ભક્તો વચ્ચેના આ નાતજાતના ઉઘાડા ભેદ હોય ત્યાં એવા મંદિરમાં ઈશ્વર હોય?
ક્યારેક એવો પ્રશ્ન પણ પૂછવાનું મન થાય છે કોઈને ઈશ્વરમાં શ્રદ્ધા છે અને તે મંદિરમાં દર્શન કરવા જાય છે તેમાં ખોટું શું?
શ્રદ્ધા હોવી એ કોઈ ખરાબ વાત નથી.
કોઈપણ માટે તેની વિશિષ્ટ ઈશ્વર હોય તેની પૂજા આરાધના કરવી કે ના કરવી તે તેનો અંગત મામલો છે તેના માટે દરેક વ્યક્તિને પુરી સ્વતંત્રતા હોય છે
પણ એક વાત સ્પષ્ટ છે કે ઈશ્વર આવા નાતજાતના ભેદભાવ કરવાનું કહેતો નથી કે કહેતા નથી દરેક ધાર્મિક વિચારોને ધર્મ ને ઈશ્વરના દરબારમાં કે મંદિરમાં સૌ સમાન છે.
પછી તે શ્રીમંત હોય કે ગરીબ રાજા હોય કે રંક હોય પણ... આવા ભેદભાવ તો ખોટા દંભી અને ભક્તિનો ઢોંગ કરનાર જ ધરાવતા હોય છે. કેમકે તેને તેમની પોતાની સમાજમાં પોતે ખુબ ધાર્મિક છે. તેવી ઓળખ ઉભી કરવી હોય છે. ધાર્મિકતાના ઢોંગ હેઠળ બનેલા આવા ઢોંગીઓ સામાન્ય ભક્તો કે અંધશ્રદ્ધા માં ધકાયેલા હોય એવા માણસોનો ફાયદો ઉઠાવે છે અને સામાન્ય ભક્તોનો કોઈ જ વિચાર કર્યા વિના તેને ઠગે છે. અને જ્યારે આવા દંભી લોકો મંદિરમાં દર્શન કરવા આવે ત્યારે તેઓ ખૂબ ધાર્મિક છે. એવી છાપ ઊભી કરી છે.
- ઈશ્વર નો સાચો દોસ્ત કોને કહેવાય???
જે માણસ કોઈ બીજાની કંઈ તકલીફ ની ચિંતા કરે .બીજાની પીડા માં પોતે પીડા અનુભવી શકે અને પોતાનાથી કોઈ પણ બીજાને કોઈ નાની એવી પણ તકલીફ ન થાય તેનુ સતત ધ્યાન રાખે અને હંમેશા એ બાબતમાં સતર્ક રહે છે
જ્યારે અહીં તો મંદિર નામની ઓફિસમાં ઈશ્વરના નામનો વેપાર શરૂ થઈ ગયો હોય એવું લાગે છે મારા કે બીજાના સૌના મન ની દિલ ની અંદર અલગ -અલગ કાલ્પનિક મૂર્તિ ઘડાયેલી છે. અને એ કાલ્પનિક મૂર્તિ એટલે ઈશ્વર એવું
હું એવું માનું છું....
હવે તમે જ વિચારો કે...આપણી કાલ્પનિક છબી છે ઈશ્વરને દિલ ની અંદર એ છબી ના દર્શન માટે આપણે મંદિરે જઈએ છીએ ત્યારે એ પ્રતિમા સાથે આપણે આટલો મતભેદ રાખતા હોય તેવા મંદિરમાં આપણને જવાનો હક છે?
આટલા મતભેદ ભાવ સાથે બનેલું મંદિર માં
-શુ ઈશ્વર હોય ખરો કે હોય ખરા?
-શું ઈશ્વર પણ આવા દંભી ઢોંગી ના મોહતાજ હશે?
- શું ઈશ્વર પણ ભેદભાવમાં માનતા હશે ખરા ?તમને શું લાગે છે આવા મંદિરમાં ઈશ્વર હશે ખરા અથવા હોય ખરા?
* કોઈની લાગણી દુભાઇ હોય તો મને માફ કરજો 🙏
મારો વિચાર તમારા સમક્ષ રજૂ કર્યો છે
Patel Nirupa 'ચાતક'