થઈ જ્યોતિ તું મુજમાં દીપક બની ભળી જા,
આવ આવી મુજ જીવનમાં પ્રેમનો પ્રકાશ આપી જા..
શિયાળાની ગુલાબી ઠંડીમાં તુજનો સાથ આપી જા,
આવ આવી મુજને પ્રેમની હૂંફ આપી તો જા...
હાથ પકડી મુજ સંગ પ્રેમની રાહ પર ચાલી તો જા,
આવ આવી મુજને મંજિલ સુધી પહોંચાડી જા...
મુજ સંગ પ્રેમથી નજરથી નજર મિલાવી તો જા,
આવ આવી મુજ ને નજરકેદ કરી તો જા...
મળશે ઘણા પ્રેમની આ રંગ બદલતી દુનિયામાં
આવ આવી મુજ રંગમાં રંગાઈ જા...
હશે અનેક પ્રેમ કરવાવાળા તુજને આ જીવનમાં,
આવ આવી "રાજલ" ને પ્રેમરંગમાં રંગી જા...
-Rajeshwari Deladia