હોય તારો સાથ એ બધાં દિવસ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
પ્રેમથી મુજ સંગ તારી ગોષ્ઠી કરવી, એ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
તારુ સવારનું ખુશનુમા સ્મિત એ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
તારુ સવારમાં પ્રેમભરી નજરે મને જોવું એ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
તારુ પ્રેમથી મને પૂછવું "તુ કેમ છે" એ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
તારો કિંમતી સમય મારી માટે ખર્ચવો, એ મારે મન
મારો વેલેન્ટાઈન ડે....
તારી લાગણીથી મારી કાળજી કરવી એ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
પ્રેમથી મને "રાજલ" કહી સંબોધવું એ મારે મન,
મારો વેલેન્ટાઈન ડે.....
રાજેશ્વરી