બસ. પ્રેમ....🌹
ગીત ગાવું નમણું,
તારું મારુ ને આપણું,
મહેફિલ, લહેકો ને સાથે મોકલ રણકાર ટહુકાનો.....
લખવા કશાક શમણાં
તારા મારા ને આપણા,
કલમ, કાગળ ને મોકલ ભાવભીના સંભારણા......
વાંચવું રહસ્ય ઋણાનુબંધ નું,
તારું મારું એ આપણું,
શબ્દો સંવેદનાના ને મોકલ અનુબંધ લાગણીનો......
નાચવું ભીંજાયેલા હૃદયથી વરસાદમાં,
તારી અને મારી કલ્પના ની સાથે,
મહેકતી તારી નજર ને મોકલ ખુલ્લું આકાશ.....
જીવવું મારે નખશિખ,
તારી અને મારી મોકળાશ માં,
પ્રેમ.... પ્રેમ..... અને બસ પ્રેમ મોકલ મને