પૂર્ણતા તમારો અધિકાર છે તે હું માનું છું, અને તમે કોઈ અલગ વ્યવસ્થામાં પોતાના કોઈ પરિમાણમાં પૂર્ણ હશો જ, તે પણ સ્વીકાર્ય...!! પણ, હું કોઈને યાદ કરું તો મને તેમ કરતા કોઈ કેમનું રોકી શકશે..? મેં મારી અંદર વિસ્તારેલા મારા પોતીકા એ વિશ્વમાં તમને જ સજાવી રાખતા મને કોણ રોકશે.?અને સાચું કહું..? હવે તો હું પણ નહીં રોકી શકું..કેમ કે....હવે તે મારા હાથની વાત રહી પણ નથી...
-- અનિરુદ્ધ ઠકકર"આગંતુક"