દરિયો થયો આતુર
લઈ ભાવોની ભરતી.....
ચાતક ને સંગે સંગે
સ્નેહને સથવારે.....
ચાલીને આવ કે દોડી ને આવ
પણ આવજે એકલી સાંજે.....
ખડખડાટ અલબેલા સાજન નો
તરસ અલ્લડ અલબેલીની....
કાંઠા સુધી આવીને અટકે નજર
ત્યાં તો પાછળથી બોલાવે ખારાશ.....
આવીને છલકાવી જા નખશિખ કોઇ પણ સ્વરૂપે
શણગાર ચાલશે મહેક કે મૌસમનો.......