ક્યાંક નાટકબાજ નોકરી,
ક્યાક છેલછબીલ છોકરી
કયાંક ધરમધક્કો ધંધામાં,
તો ક્યાક વેપાર વંઠેલ છે.
કયાંક ભક્તિ વિના ભાવની,
ક્યાંક શકિત છે ખોખરી
ક્યાક શ્વાન સિંહ શેરીમાં,
તો કયાંક મોર સંગ ઢેલ છે.
ક્યાક મીઠો વાતો પવન
તો ક્યાંક રણમાં ઉડતી રજ છે
હવે મોજ માણવી છે મનને
આ ઉમરને તો સઘળું ઝેર છે.
-Ashok Thakor_Anjan