દૂર ભલે છો,હૈયામાં વસો છો તમે...
શબ્દો થઈને, કાગળમાં ભાસો છો તમે...!!
શીતળતાના છલકાઇ રહ્યા છે જામ...
ઝરણું થઈને વહો છો તમે....!!
રાત પણ જાણે દિવસ અમારે...
સ્મરણ થઈને રહો છો તમે...!!
અંતરની વાત ક્યાં જઈને કરીએ...
હર શ્વાસમાં વસો છો તમે...!!❣️❣️
-Bhumi Joshi "સ્પંદન"