છે જેટલી પ્રિય મુજ મન મારી નશીલી કોફી,
છે એટલો જ પ્રિય મુજ મન તુ અને તારો પ્રેમ...
જેમ નાં પડે કોફી વિના મારી સવાર ક્યારેય,
એમ નાં થાય જીવનની શરૂઆત તારા વિના...
કોફી વિના મારો દિવસ મને અધુરો લાગે,
એમ તુ જ વિના મારુ જીવન અધૂરું લાગે....
ભળે કોફીમાં જેમ સાકરની પ્યારી મીઠાશ,
એમ જ ભળે જીવનમાં તારા પ્રેમની મીઠાશ....
છે "રાજલ" બંનેનાં પ્રેમની દિવાની હરપલ,
મળે સાથ બંનેનો તો થાય જીવન બેમિશાલ...
-Rajeshwari Deladia